Friday 29 December 2017

VID 20170910 104645

તમામ ખોટા દસ્તાવેજો ના આધારે બીજેપી ના પાળેલા જમીનમાફિયા ઓ એ ગોંડલ ગામ 6 ના સર્વે નંબર 448 ને લાગુ સરકારી ખરાબ માંથી ફાળવવવા માં આવેલ સર્વે નમ્બર 449 ની જમીન વિઘા [7] સાત પર બળજબરીપૂર્વક તારીખ 10.09.2017 ના જે સી બી લઇ આવી કબ્જો કરેલ આ બાબત રાજકોટ એસ. પી. થી માંડી ને ડે. કલેક્ટર, કલેક્ટર અને ગોંડલ મામલતદાર સુધી તમામ અધિકારી ઓ ને જણાવવા છતાં તમામ ખામોશ છે.

VID 20170910 104645

Saturday 2 December 2017

Land Mafia of Gondal Dist Rajkot, Gujarat. [Vikas of Land Mafia]


તમામ ખોટા દસ્તાવેજો ના આધારે બીજેપી ના પાળેલા જમીનમાફિયા ઓ એ ગોંડલ ગામ 6 ના સર્વે નંબર 448 ને લાગુ સરકારી ખરાબ માંથી ફાળવવવા માં આવેલ સર્વે નમ્બર 449 ની જમીન વિઘા [7] સાત પર બળજબરીપૂર્વક તારીખ 10.10.2017 ના જે સી બી લઇ આવી કબ્જો કરેલ આ બાબત રાજકોટ એસ. પી. થી માંડી ને ડે. કલેક્ટર, કલેક્ટર અને ગોંડલ મામલતદાર સુધી તમામ અધિકારી ઓ ને જણાવવા છતાં તમામ ખામોશ છે. આ બાબતે રાજકોટ ના માજી સાંસદ એ પણ સી એમ થી માંડી ગૃહ મઁત્રી ને પણ લખવા છતાં કોઈ એક્શન લેવાયા નહીં આનો અર્થ સુ સમજવાનો? તમામ લોકો જાણે કે જમીન માફિયા ઓ પાસે લાચાર છે. વિડિઓ જુઓ.. [વિડિઓ માં જમીન માફિયા દ્રારા કરવામાં આવતી ગાળાગાળી પણ છે માટે બાળકો ની હાજરી માં વિડિઓ ન જોવા વિંનતી]

VID 20170910 104645

Tuesday 30 August 2016

ch03 20160201230000



વિડિઓ માં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જમીન માફિયા ઓ રાતના સમયે ગેરકાયદેસર રીતે ફેક્ટરી માં ઘુસી ને  કેમેરા તોડી રહેલ છે અને ફેક્ટરી નો પાવર સપ્લાય કાપી રહેલ છે. આ તમામ બાબતો ગોંડલ પોલીસ અગાવ થી જાણતી હતી માટે જયારે બીજે દિવસે આ બાબતે ફરિયાદ લખવાવ ગયેલ ત્યારે તત્કાલીન ગોંડલ પી આઈ ચૌધરી એ ફરિયાદ પણ લીધેલ નહિ.

સાચી વાત લખવાવાળા પત્રકારો શોધવા પડે તેવી હાલત છે અને હું આ બાબતે છેલ્લા 3 વર્ષ થી હેરાન થાવ છુ અને લાચારી અનુભવું છુ. તારીખ 2.2.2016 ની રાતના 12 વાગે છેલ્લા 30 વર્ષ થી ચાલતી પાપડખાર બનાવતી ફેક્ટરી જમીન માફિયા ઓ એ કોર્ટ માં કેસ હોવા છતાં તોડી પાડી સવારે ચાર વાગે અમોને તેની જાણ થઈ પોલીસ ની ત્રણ ગાડી ઓ ફરિયાદ કરતા સાથે આવી પણ જમીન માફિયા ઓ ને માત્ર દશ મિનિટ માં છોડી મુકાયા. અને અમોને એવું જણાવવામાં આવીયુ કે તમારા બાપે આ જગયા કામ ભરવાડ ને વેચી નાખેલ છે. ખરેખર સાચી વાત કૈક અલગ જ છે પણ પોલીસ ને તપાસ કરવી નથી અને પડદા પાછળ રહેલા માણસો છ કરોડ ની જમીન મફત પડાવી લેવા માંગે છે જેમાં ગોંડલ પોલીસ મામલતદાર ઓફિસ તેમજ જમીન માફિયા સૌ કોઈ ની મીલીભગત છે. નહીતો એકવાર જાહેર નોટીશ થી અને રજી.એ.ડી. થી જાણ કરવામાં આવે કે આ મિલકત ના ઓરીજીનલ કાગળો ઘરે મોજુદ છે તો કોઈએ આ જગ્યા નું ખરીદ વેચાણ કરવું નહિ તેમ છતાં પણ માત્ર ઝેરોક્સ પરથી વેચાણ દસ્તાવેજ કરવામાં આવીયો અને આ તમામ બાબતો હાલ ગોંડલ કોર્ટ માં પેન્ડિંગ હોવા છતાં જમીન માફિયા જમીન ખાલી કરાવવા ત્રણ વાર મારામારી કરી ગયા. દરેક વખતે પોલીસ ફરિયાદ થઈ તો પણ કઈ કાર્યવાહી ન થઈ તેમ છતાં પણ અમો આખા કુટુંબે દ્રઢતા પૂર્વક જીવ ના જોખમે માથાભારે તત્વો નો સામનો કરતા તેઓ આખા કુટ્મ્બ ની જીવાદોરી સમાન ફેક્ટરી તોડી ગયા તે તમામ બાબતે ગોંડલ પીએસઆઈ ને જાણ કરતા તેમજ ફેક્ટરી બાબતે તમામ આધારો પુરા પાડવા છતાં પણ પીઆઈ ચૌધરી એ જાણે કે માથે રહીને જે કસર તારીખ 2.2.16 ના બાકી હતી તે તારીખ 4.2.16 ના રાત્રે 2 થઈ ચાર ની વચ્ચે પુરી કરાવી .અને હવે dsp અને મામલતદાર અમોને દિલાસો આપે છે કે તમારી સાથે જાસ્તી થઈ છે મારૂ તમામ વહીવટી તંત્ર અને કહેવાતા આ પત્રકારો ને પૂછવાનું કે જયારે મિલકત સંબંધી ઓરીજીનલ કાગળો મોજુદ હોય તેમજ તે બાબતે જાહેરાત પણ કરેલ હોય અને દસ્તાવેજ લખનાર વકીલ ને રજી.એ.ડી. થી જાણ પણ કરી દીધેલ હોય તો પણ ઝેરોક્સ ના આધારે ઉભો કરેલ દસ્તાવેજ ને માન્યતા મામલતદારે કઈ રીતે આપી દીધી? અને આ ઓછું હોય તેમ દસ્તાવેજ વ્યક્તિ એ ના નામનો હોય અને મિલકત નો કબજો મેળવવા માટે જોર વ્યકતિ બી કરે તેમ છતાં પણ રાજકોટ ના પત્રકારો ચૂપ પોલીસ ચૂપ મામલતદાર ચૂપ ડેપ્યુટી કલેક્ટર ચૂપ અને આનંદી બેન ની સૂચના હોવા છતાં પણ કલેક્ટર પણ ચૂપ. હું જો ખોટો હોવ તો મારા બાપ પાસે આ મિલકત સબંધે દસ્તાવેજ પ્રમાણે રૂપિયા એક કરોડ ત્રીસ લાખ હોવા જોઈએ પણ તેઓ અમારી માં જીવતી હોવા છતાં જે બીજાની પરણેતર સાથે ભાગેલ છે અને રહે છે તે બાઈ અને મારા બાપા હાલની તકે બી.પી.એલ ના ઘઉં ખાય છે અને આ તમામ બાબતો થી તમામ લોકો વાકેફ હોવા છતાં રાજકોટ ના એક મોટા ભૂમાફિયા નો પડદા પાછળ થી દોરી સંચાર હોય તમામ ચૂપ છે પત્રકારો સહીત.

Land Mafia of Gondal





આ વિડિઓ ગોંડલ શહેર થી માત્ર ચાર કી.મી. ના અંતરે આવેલ ફેક્ટરી નો તારીખ 02.02.2016 નો છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે છેલ્લા 35 વર્ષ થી અવિરત ચાલતી ફેક્ટરી માં રાત્રી ના 11.28 ના સુમારે ગેરકાયદેસર રીતે જમીન માફિયા ઓ ઘુસી આવેલ છે અને સૌ પ્રથમ ફેક્ટરી માં લગાવવાના આવેલ સી સી ટીવી કેમેરા તોડી રહ્યા છે. આ જમીન માફિયા ઓ એ કેમેરા તોડ્યા બાદ પુરી ફેક્ટરી તહસ નહસ કરી નાખેલ છે આ બાબત ની અમોને રાતના ચાર વાગે જાણ થતા અમો ગોંડલ પોલીસ ને લઇ ને ફેક્ટરી પર પહોંચેલ પણ જાણે કે બધું ગોઠવાયેલ હોય તેમ પોલીસે ફેક્ટરી તોડનાર તમામ આરોપીઓ ને લઇ જઈ માત્ર અડધો કલાક માં છોડી દીધેલ એટલું જ નહિ પણ આ છોડી દીધેલ આરોપી ઓ ફેક્ટરી એ રહી ગયેલ જે સી બી મશીન લેવા પણ કલાક પછી તરત આવેલ પણ અમો એ જે સી બી ના વિહલ માંથી હવા કાઢી નાખેલ હોય લઇ જઈ શકેલ નહિ માટે સવારે પાડવામાં આવેલ ફોટો માં જે સી બી દેખાય રહ્યું છે. ખરેખર તો પોલીસે જે.સી.બી મશીન મુદામાલ તરીકે કબ્જે લેવાનું હોય પણ બધું અગાવ થી પોલીસ ના જે તે અધિકારી સાથે સેટિંગ થયેલ હોય ત્યાં અમારું કોણ સાંભળે? ઈવન બીજા દિવસે રાજકોટ જિલ્લા એસ પી શ્રી સુદ સાહેબ ને રૂબરૂ મળી ને તમામ હકીકત નું વર્ણન કરતા તેઓ એ જાતે ગોંડલ પી આઈ ચૌધરી ને ફોન પર આ બાબતે તુરત યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ તેમ છતાં પણ પી આઈ ચૌધરી ના જાણે કોઈ ઉપરી જ નહોય તે રીતે તેઓ એ કોઈ કાર્યવાહી ન કરી તે નજ કરી અને એફ આઈ આર પણ ન ફાડી એટલું ઓછું હોય તેમ આ ફેક્ટરી માં ઘુસી આવેલ જમીન માફિયા ઓ ને જાણે કે છૂટો દોર જ આપી રાખેલ અને ઉલ્ટાનું અમોને અમારી જ 35 વર્ષ થી ચાલતી ફેક્ટરી માં બીજી રાત્રે પી આઈ ચૌધરી એ ન જવા સલાહ આપેલ. જેનું પરિણામ એ આવ્યુ કે જે થોડું બાંધકામ ફોટા ઓ માં દેખાય છે તે પણ ત્રીજા દિવસે ન રહ્યું અને જમીન માફિયા ઓ એ પી આઈ ચૌધરી ની સાથે મળી ને ટોટલ બાંધકામ તોડી પાડિયું તેમ જ પોતે પોતાનો એવો બચાવ કર્યો કે તમારા બાપે આ જગ્યા વેચી નાખી છે અને આ લોકો એ આ જગ્યા ખરીદી લીધી છે માટે સિવિલ મેટર છે એટલે અમો તેમાં કઈ ન કરી શકીએ. 

અમો એ બહુ જ સ્પષ્ટ સમજાવેલ કે આ જગ્યા અમારા બાપના નામે છે ખરેખર જગ્યા અમો ત્રણે ભાઈ ઓ એ ગુજરાત ફાઇનાન્સ કંપની માંથી છોડાવેલ છે અને અમો ત્રણે ભાઈ ઓ જગ્યા ના માલિક છીએ પણ આ જગ્યા બાપાના નામની છે તે બાબત નો ફાયદો ઉઠાવવા માટે જમીન માફિયા ઓ એ અને ગુંદાળા ગામ ની હલકટ મનોવૃત્તિ બાઈ એ મળી ને તારીખ 16.02.2014 ના રોજ ઝેરોક્સ પરથી રૂ. એક કરોડ ત્રીસ લાખ નો ખોટો રજી.દસ્તાવેજ ઉભો કરી ને રૂ. છ કરોડ ની જમીન પચાવી પાડવાનું કાવતરું ઘડેલ છે અને તે બાબતે નામદાર ગોંડલ કોર્ટ માં દાવો પણ ચાલે છે તે ઉપરાંત જગ્યા ના તમામ ઓરીજીનલ પેપર પણ અમારી પાસે મોજુદ છે અને અમારી માતા પણ હયાત છે તેમજ અમારું 14 વ્યક્તિ નું કુટુંબ એ સંયુક્ત કુટુંબ છે. તે ઉપરાંત અમારા બાપા વોકર સિવાય ચાલી પણ શકતા નથી અને તેઓ ની ઉમર પણ નેવું સાલ છે તેમજ તેઓ માનસિક રીતે પણ હવે સક્ષમ નથી અને તેઓ ની આવી અવસ્થા નો લાભ લેવા માટેજ આ જમીન માફિયા ઓ ઈમોશનલ કરી અપહરણ કરી ગયેલ છે જો તેઓ ને અમારા પિતા પ્રત્યે લાગણી હોત તો જે રીતે તેઓ રજીસ્ટર ઓફિસે લઇ જઈ સહીઓ કરાવી તે રીતે તેઓ એ ઈન્ક્મ ટેક્સ ઓફિસે જઈ ને ઈન્ક્મ ટેક્સ પણ ભરવો જોઈતો હતો અને ઈન્ક્મ ટેક્સ ઓફિસે પણ હાજર થવું જોઈતું હતું પણ તત્કાલીન પી આઈ ચૌધરી એ અમારી એક પણ વાત ન સાંભળી. તો આવા સંજોગો માં પોલીસે સૌપ્રથમ બનાવવામાં આવેલ જાલી દસ્તાવેજ ની ખરાઈ કરવી જોઈએ તેમ જ એક વૃદ્ધ માણસ પાસે થી રૂ એક કરોડ ત્રીશ લાખ ક્યાં ગયા તે તપાસ કરવી જોઈએ અને તે રૂપિયા બાબત આજે ત્રણ વર્ષ થયા ઈન્ક્મ ટેક્સ શા માટે નથી ભરાયો તે પણ તપાસ થવી જોઈએ આ તમામ બાબતો પી આઈ ચૌધરી ને જણાવવા છતાં અને તમામ દસ્તાવેજી પુરાવા રજૂ કરવા છતાં પણ પી આઈ ચૌધરી એફ આઈ આર નોંધેલ નહિ જેથી ત્રીજા દિવસે અમારે ગોંડલ ના ડી વાય એસ પી ને અને રાજકોટ એસ પી ને ફરીથી રજૂઆત કરવી પડેલ અને ત્યારબાદ પણ પી આઈ ચૌધરી એ કમને એફ આઈ આર તો નોંધી, પણ કોઈ પણ એક્શન તો ન જ લીધા અને જાણેકે પી આઇ ચૌધરી ની રહેમ નજર હેઠળ 35 વર્ષ જુની ફેક્ટરી ને જમીન દોસ્ત કરવામાં આવી. જાણે કે કહેવાતા કાયદાના રખેવાળો એ જ ફેક્ટરી તોડી પડી તેમ જ પુરાવા નો નાશ કરવા માટે ફેક્ટરી નો કાટમાળ પણ લૂંટી ગયા.